Mon,09 December 2024,12:33 am
Print
header

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 248 તાલુકાઓમાં વરસાદ, વિસાવદરમાં 12 ઈંચ

અમદાવાદઃરાજ્યમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર અને ક્યાંક કહેર જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેશર એક્ટિવ થવાથી હજુ પણ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં નોંધાયો છે. વિસાવદરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 12 ઈંચ પાણી વરસાવતા ચારેબાજુ પાણી-પાણી થઈ ગયું છે.

મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત દિયોદર, બગસરા, ડીસા અને જૂનાગઢમાં સવા 4 ઇંચ વરસાદ પડ્યો છે

રાજ્યમાં ચોથા રાઉન્ડના વરસાદ બાદ જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના 207 ડેમ 93 ટકા ભરાયા છે. 90 જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ, 30 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25થી 50 ટકા જળસંગ્રહ અનેફક્ત 14 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch