Fri,26 April 2024,4:40 pm
Print
header

વર્ષ 2100 સુધીમાં ગુજરાતના 3 સહિત દેશના 12 શહેરો પાણીમાં ડૂબી જશે ! જાણો શું હશે કારણ

નવી દિલ્હીઃ નાસાએ કેટલાક ભારતીય શહેરોમાં દરિયાનું સ્તર વધવાની આગાહી કરી છે ઈ.સ. 2100માં ભારતનાં 12 દરિયા કિનારાનાં શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાનું જણાવ્યું છે, સતત વધતી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે. દેશના સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતનાં ત્રણ શહેરો આ યાદીમાં છે, જેમાં ઓખા, કંડલા અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ NASAના સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આપવામાં આવ્યો છે.

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ભારતમાં ગુજરાતનાં ભાવનગર, કંડલા અને ઓખા સહિત ચેન્નઈ, કોચ્ચી જેવાં શહેરોના દરિયા કિનારાનો વિસ્તાર ઘટી રહ્યો છે. દરિયા કિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં જ સુરક્ષિત સ્થળો પર જવું પડશે, કારણ કે કોઈ પણ દરિયા કિનારાના વિસ્તારમાં 3 ફૂટ પાણી વધવાનો અર્થ થાય છે કે ઘણા વિસ્તારમાં તારાજી સર્જાવાની છે.

જાણીએ, આ ખુલાસો કોણે અને કેવી રીતે કર્યો છે ?

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે, જેનો આધાર છે ઈન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)નો તાજેતરમાં આવેલો રિપોર્ટ છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2100 સુધીમાં દુનિયામાં ગરમીનું પ્રમાણ સખત વધી જવાનું છે. કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે તો તાપમાનમાં એવરેજ 4.4 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દશકામાં જ તાપમાન 1.5 ડીગ્રી સેલ્સિયસ વધી જશે. જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક છે કે ગ્લેશિયર પીગળશે. તેનું પાણી મેદાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch