Sun,28 April 2024,12:03 pm
Print
header

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો, 105 IAS અધિકારીઓની બદલી, 10 ના પ્રમોશન

વધુ માહિતી માટે ઉપરથી PDF ફાઇલ ડાઉનલોડ કરો

(IAS રામ્યા મોહનની ફાઇલ તસવીર)

રામ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન

અમદાવાદના કલેકટર ધવલ પટેલની પણ બદલી

મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે વધારાનો ચાર્જ સંભાળશે

અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી 

ગાંધીનગરઃ વિધાનસભાનું સત્ર પુરું થયા બાદ સરકારે અનેક બદલીઓ કરી છે.ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યાં છે. 105 IAS અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે.IAS રામ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. મુકેશ પુરી, એ.કે.રાકેશ, કમલ દયાની, અરૂણ સોલંકી,  મુકેશકુમાર, રમેશચંદ્ર મીના,મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંતસિંગ, મનિષા ચંદ્રા, બી.એન.પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે વધારાનો ચાર્જ સંભાળશે, મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઇ છે.અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે. તેમની જગ્યાએ પ્રવિણા ડી કે અમદાવાદના નવા કલેક્ટર હશે.રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી કરાઈ છે. રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠાના કલેકટર બન્યાં છે. એ.કે.રાકેશને ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch