રણદીપ હુડ્ડાએ લીન લેશરામ સાથે લગ્ન કર્યા છે. 29 નવેમ્બરે મણિપુરી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં બાદ તેણે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી. ફેન્સ અને સેલેબ્સ ઉત્સાહપૂર્વક નવા પરિણીત યુગલને અભિનંદન આપી રહ્યાં છે. લગ્નની વિધિની ખૂબ જ સુંદર ક્ષણોની આ તસવીરો શેર કરી છે. આ તસવીરમાં રણદીપ દુલ્હન લિન લેશરામના ગળામાં માળા પહેરાવતા જોવા મળ્યા છે.