સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કોર્ટ મેરેજ કર્યા છે, જે બાદ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરીને તેમના લગ્નની માહિતી આપી, આ ખાસ દિવસની કેટલીક સુંદર તસવીરો પણ શેર કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પહેલા અભિનેત્રીના પિતા અને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ મીડિયા સાથે વાત કરતા પુત્રી અને જમાઈને આશીર્વાદ આપ્યાં હતા.