સાઉથની અભિનેત્રી અમલા પોલ જે તાજેતરમાં પૃથ્વીરાજ સુકુમારન સાથે આદિજીવીતમમાં અને તે પહેલા અજય દેવગન સાથે ભોલામાં જોવા મળી હતી, તે માતા બની છે. તેને એક પુત્રને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે, નાના રાજકુમારે તેના અને તેના પતિ જગત દેસાઈના જીવનમાં પ્રવેશ કર્યો છે. એક ક્યૂટ વીડિયો શેર કરીને અમલાએ ચાહકોને તેના ઘરે આવેલી નવી ખુશીની ઝલક બતાવી છે. વીડિયો શેર કરતી વખતે અમલાએ કેપ્શનમાં લખ્યું- એક પુત્રનો જન્મ થયો છે, અમારા નાના ચમત્કાર ઇલાઈને મળો.