બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી હંમેશા પોતાના બોલ્ડ અંદાજ અને ફેશનને લઈને લાઈમલાઈટ મેળવતી રહે છે. હાલમાં જ તે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. તે ઇવેન્ટમાં એવો ડ્રેસ પહેરીને પહોંચી હતી કે તેને જોઇને બધા જ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ખુલ્લી સાડીમાં તેની સુંદરતા જોવા લાયક હતી. દિશાએ સ્ટ્રેપલેસ બ્રેલેટ પહેર્યું હતું, જેના પર સિલ્વર સિક્વિન્સ જોવા મળી હતી. સ્વીટહાર્ટ નેકલાઇન અને તેની સ્ટ્રેપલેસ પેટર્ન તેને સેક્સી લુક આપી રહી હતી.