ટીવીની દુનિયાથી અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી મૃણાલ ઠાકુરનો 1 ઓગસ્ટના રોજ 30મો જન્મદિવસ હતો. મૃણાલ ઠાકુર હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. હાલમાં જ તે શાહિદ કપૂર સાથે ફિલ્મ જર્સીમાં જોવા મળી હતી. મૃણાલ ઠાકુર સુપર 30 અને બાટલા હાઉસ જેવી ફિલ્મોનો ભાગ લહી ચૂકી છે. મૃણાલ ઠાકુર એ અભિનેત્રી છે જેણે આમિર ખાનની એક ફિલ્મની ઓફર પણ ઠુકરાવી દીધી છે.