Thu,16 May 2024,9:32 am
Print
header

સરનામું પૂછવાના બહાને યુવતીઓને બતાવતો હતો પોર્ન વીડિયો, જાણો પછી શું થયું ? Gujaratpost

MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવતો

યુવતીને વીડિયો બતાવ્યો હોવાનું યુવકે સ્વીકાર્યું

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિકૃત માનસિકતા ધરાવતો યુવક છોકરીઓને સરનામું પૂછવાના બહાને મોબાઇલમાં પોર્ન વીડિયો બતાવતો હતો. છોકરીઓની ફરિયાદને આધારે પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા યુવકને ઝડપી લીધો છે. MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવતા રોમિયોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના ગેટ પાસે બની હતી. આ મામલે ફતેહગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસને આ અંગે ફરિયાદ મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે આરોપી તુષાર ખત્રીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આરોપી તુષાર ખત્રીએ રોઝરી સ્કૂલથી નિઝામપુરાના રોડ પર યુવતીને વીડિયો બતાવ્યો હોવાનું સ્વીકાર્યું હતું. ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં મોપેડનો નંબર આવતા યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch