Fri,26 April 2024,11:41 pm
Print
header

yes bank dhfl fraud case: હજારો કરોડ રૂપિયાના કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, બે બિલ્ડરોની રૂ. 415 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat post

મુંબઇઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે યસ બેંક- દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે સંબંધિત બેંક લોન ફ્રોડ કેસના સંબંધમાં મહારાષ્ટ્ર સ્થિત બિલ્ડર્સ અવિનાશ ભોંસલે અને સંજય છાબરિયાની રૂ. 415 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આ કૌભાંડનો આંકડો હજારો કરોડમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ કેસની તપાસના સંદર્ભમાં એજન્સી દ્વારા બંને બિલ્ડરોને જૂનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા અને હાલમાં બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભોંસલેની રૂ. 164 કરોડ અને છાબરિયાની રૂ. 251 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કર્યો હતો.

ઈડી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) આ મામલાની તપાસ કરી રહી છે. બંને કેન્દ્રીય એજન્સીઓએ બે બિલ્ડરો, યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂર અને DHFL પ્રમોટર-ડિરેક્ટર કપિલ વાધવન અને ધીરજ વાધવન વિરુદ્ધ અલગ-અલગ કેસ નોંધ્યા છે.

આ બંનેની ED દ્વારા મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે કપૂરની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પણ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. EDનો આરોપ છે કે રાણા કપૂરે યસ બેંક લિમિટેડ દ્વારા DHFLના ટૂંકા ગાળાના બિન-કન્વર્ટિબલ 'ડિબેન્ચર્સ'માં રૂ. 3,700 કરોડ અને DHFLના મસાલા બોન્ડ્સમાં રૂ. 283 કરોડનું રોકાણ કર્યું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch