Fri,17 May 2024,2:36 pm
Print
header

વિરાટ કોહલીને મળ્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ, જુઓ કોને કયો એવોર્ડ મળ્યો

અમદાવાદઃ ICC ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરના ફોર્મેટમાં છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણેય ફોર્મેટને જોડીને 10મી વખત ICC ટ્રોફી જીતી છે. બોલરો ઉપરાંત ટ્રેવિસ હેડે પણ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત સામે શાનદાર સદી પણ ફટકારી હતી.

વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યાં હતા

ફાઇનલ મેચમાં ભારતીય ચાહકોને ફરી એકવાર વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ તે માત્ર અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. કોહલી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકેનો એવોર્ડ જીતી શક્યો છે. કોહલીએ 11 ઇનિંગ્સમાં 95.62ની એવરેજથી 765 રન બનાવ્યાં હતા. આ વર્લ્ડકપની અત્યાર સુધીની કોઈપણ આવૃત્તિમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો, જેણે આ મેચમાં 137 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી, ત્યારબાદ તે 11 ઇનિંગ્સમાં 9 વખત 50 પ્લસ રન બનાવવામાં સફળ રહ્યો. કોહલીએ ODIમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો, જ્યારે તેણે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 50મી ODI સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો, જેમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યાં, જ્યારે મોહમ્મદ શમીએ વિકેટ લેવાના મામલે બધાને પાછળ છોડી દીધા અને માત્ર 7 ઇનિંગ્સમાં 24 વિકેટ પોતાના નામે કરી હતી.

અહીં જુઓ વર્લ્ડ કપ 2023માં કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ - વિરાટ કોહલી (765 રન અને એક વિકેટ)
ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન (ગોલ્ડન બેટ) - વિરાટ કોહલી (11 ઇનિંગ્સમાં 765 રન)
પ્લેયર ઓફ ધ મેચ (ફાઇનલ) - ટ્રેવિસ હેડ (137 રન)
ટુર્નામેન્ટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર - ગ્લેન મેક્સવેલ (201 અણનમ)
ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી - ક્વિન્ટન ડી કોક (ચાર સદી)
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ અડધી સદી - વિરાટ કોહલી (6 અડધી સદી)
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર - રોહિત શર્મા (31 સિક્સર)
ટુર્નામેન્ટમાં સૌથી વધુ કેચ - ડેરીલ મિશેલ (11 કેચ)
ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ (ગોલ્ડન બોલ)- 24 વિકેટ
ટુર્નામેન્ટની મેચમાં શ્રેષ્ઠ બોલિંગ- મોહમ્મદ શમી (ન્યૂઝીલેન્ડ સામે 57 રનમાં 7 વિકેટ)
ટૂર્નામેન્ટમાં વિકેટ કીપર દ્વારા સૌથી વધુ ડિસમિસલ - ક્વિન્ટન ડી કોક (20 આઉટ)

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch