Sat,04 May 2024,8:33 pm
Print
header

કોણ છે ક્રિસ્ટીના પિસ્ઝકોવા ? 112 દેશોની સુંદરીઓને હરાવીને બની મિસવર્લ્ડ 2024

મુંબઇઃ મિસવર્લ્ડ 2024નો ભવ્ય કાર્યક્રમ શનિવારે મોડી રાત્રે મુંબઈના જિયો સેન્ટરમાં યોજાયો હતો. દરમિયાન 25 વર્ષની મોડલ ક્રિસ્ટીના પિસ્ઝકોવા મિસવર્લ્ડ 2024 નો ખિતાબ જીતી હતી. સિની શેટ્ટીએ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તે મિસવર્લ્ડનો ખિતાબ ચૂકી ગઈ હતી અને 8મું સ્થાન મેળવ્યું હતું.

આજે અમે તમને મિસવર્લ્ડ 2024 વિજેતા ક્રિસ્ટીના પિસ્ઝકોવા વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

મિસવર્લ્ડ 2024 વિજેતા ક્રિસ્ટીના પિસ્ઝકોવા પોલેન્ડના ચેક રિપબ્લિકની રહેવાસી છે. તેનો જન્મ 19 જાન્યુઆરી 1999ના રોજ થયો હતો. ક્રિસ્ટીના પિસ્ઝકોવા એક મોડેલ હોવા ઉપરાંત એક સામાજિક કાર્યકર પણ છે.

ક્રિસ્ટિના પિસ્ઝકોવા હાલમાં કાયદો અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કરી રહી છે અને એક મોડેલ તરીકે પણ કામ કરી રહી છે.

મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ક્રિસ્ટીના પિસ્ઝકોવાએ દક્ષિણ આફ્રિકાના દેશ તાંઝાનિયામાં વંચિત બાળકો માટે પોતાના નામે અંગ્રેજી શાળા ખોલી છે. જ્યાં તેમણે સ્વયંસેવક તરીકે પોતાની સેવાઓ આપી છે.

ક્રિસ્ટીના પિસ્ઝકોવા સંગીતની શોખીન છે. તેને વાંસળી અને વાયોલિન વગાડવાનું પસંદ છે. તેને કલા પ્રત્યે ઘણો રસ છે અને તેના કારણે તેણે આર્ટ એકેડમીમાં 9 વર્ષ પણ વિતાવ્યાં છે.

ક્રિસ્ટીના પિસ્ઝકોવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તેને ઈન્સ્ટા પર 189 હજાર લોકો ફોલો કરે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે, જે ચાહકોને ખૂબ ગમે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch