Fri,26 April 2024,6:28 pm
Print
header

એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિનનો વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ઈમરજન્સીમાં થઈ શકશે ઉપયોગ: WHO

લંડનઃ કોરોનાની રસી આવી ગઈ હોવા છતાં વિશ્વમાં કોરોનાના નવા કેસ સતત  સામે આવી રહ્યાં છે. સાથે જ કેટલીક જગ્યાએ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વિશ્વમાં કોરોનાના 2.59 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે વધુ 6 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. જે બાદ કુલ મૃત્યુઆંક 24 લાખને પાર કરી ગયો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડને વિશ્વમાં ગમે ત્યાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. સંગઠને કોવૈક્સ પ્રોગામ અંતર્ગત કોવિશિલ્ડને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

ભારતમાં એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. પુણેની સીરમ ઈંસ્ટિટ્યૂટ ઓફ ઈંડિયા આ રસીનું ઉત્પાદન કરી રહી છે.ભારતે અત્યાર સુધીમાં કેટલાય દેશોને આ વેક્સિન પહોંચાડી છે. WHOના નિષ્ણાંતોના મતે જ્યાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જોવા મળ્યાં છે તે દેશોમાં કોવિશીલ્ડ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે. WHO તરફથી મંજૂરી મળ્યાં પછી, જે દેશો રસી વાપરવામાં ખચકાટ અનુભવતા હશે તે દેશ પણ રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વના જે દેશોમાં અત્યાર સુધી રસી નથી પહોંચી શકી જ્યાં જનસંખ્યા સતત કોરોનાના જોખમનો સામનો કરી રહી છે એવા દેશમાં કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch