Fri,26 April 2024,10:17 am
Print
header

Big News- ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીનું રાજીનામું

પાટીદારોની નારાજગીને કારણે ખુરશી ગઇ હોવાની ચર્ચા 

ગાંધીનગરઃ આખરે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડ્યું છે.તેમને પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો આભાર માન્યો છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વિજય રૂપાણીની ખુરશી છીનવાઇ શકે છે, રાજ્યમાં પાટીદારોની નારાજગી અને આમ આદમી પાર્ટીના વધતા જતા કદ વચ્ચે હવે ભાજપે રૂપાણીની ખુરશી છીનવી લીધી છે. 

ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ગોરધન ઝડફિયા, નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામોની ચર્ચાઓ છે.

રાજીનામું આપતા વિજય રૂપાણીએ જણાવ્યું કે તેમને રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. તેમને સંગઠન સાથે કોઇ અનબનાવ નથી અને આગળ પણ ભાજપની સરકાર વિકાસના કામો કરતી જ રહેશે. કહ્યું કે પોતાના કાર્યકાળમાં તેમને અનેક વિકાસના કામો કરીને સિદ્ધી મેળવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch