Fri,26 April 2024,10:36 pm
Print
header

વડોદરામાં નરાધમ પતિનું કારસ્તાન, પોતાની દિકરી અને પત્નીની ગળું દબાવીને કરી નાખી હત્યા

વડોદરાઃ ન્યૂ સમા રોડ પર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના રહસ્યમય મોતથી પડદો ઉઠી ગયો છે. પતિએ જ પત્ની અને પુત્રીની ગળુ દબાવીને હત્યા કરી અને પછી આત્મહત્યામાં સાબિત કરવા ઝેર પીવડાવી દીધું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. નરાધમ પતિના અન્ય મહિલા સાથે આડાસબંધ હતા, તેની ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરીને લઇને પણ આ પગલું ભર્યું હોવાનું કારણ સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પતિ તેજસ પટેલે પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યાં બાદ ઝેર પીવડાવી હતી. સમા પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પટેલ પરિવાર પંચમહાલના નાંદરવાનો રહેવાસી છે, મૃતકના પતિ તેજસનું વતન એરંડી ગામ છે. લગ્ન બાદ તેજસ શોભનાના પિતાના ઘરે ઘર જમાઇ તરીકે રહેતો હતો. તેજસને ઘર જમાઇ તરીકે રહેવાનું પસંદ ન હતું. પત્ની શોભનાની જીદને કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું. પત્નીની અનેક માંગણીઓને લઇને બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા. તેજસને અન્ય કોઇ મહિલા સાથે આડા સબંધ હોવાની જાણ થતાં ઝઘડાઓ શરૂ થયા હતા.મહિલાનાં પતિ અને પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરતા તેજસ પટેલ ભાંગી પડ્યો હતો. પત્ની શોભના તથા પુત્રી કાવ્યાની ગળુ દબાવી હત્યા કર્યાં બાદ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબૂલાત કરી લીધી હતી. બેવડી હત્યા કરનાર પતિ તેજસ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મહેંદી પેથાણીની સચિન દીક્ષિતે હત્યા કરી નાખ્યાનો કિસ્સો હજુ તાજો છે. ત્યાં વધુ એક પરિવારમાં માતા-પુત્રીની હત્યા કરાઇ છે. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મૃતક મહિલાના ભાઈએ હત્યાની આશંકા વ્યક્ત કર્યા પછી તપાસ થઇ હતી,મૃતક મહિલાના ગળે ઈજાનું નિશાન જોવા મળ્યું હતુ.

શું હતો મામલો ?

સમા વિસ્તારના કેનાલ પાસેની ચંદનવાડી સોસાયટીમાં રહેતા શોભનાબહેન (ઉ.વ 36) અને દીકરી કાવ્યા (ઉ.વ 6) રાત્રે ગરબા રમીને આવ્યાં બાદ સુઇ ગયા હતાં. બંનેની તબિયત બગડતા પતિનો તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયો હોવાનો દાવો હતો, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા. વર્ષ 2013 માં તેજસ અને શોભનાના લગ્ન થયા હતાં, આરોપી ખાનગી મોલમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch