Sat,27 April 2024,8:36 am
Print
header

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર - આઇસર વચ્ચે અકસ્માત, બાળક સહિત ત્રણ લોકોનાં મોત- Gujarat Post

અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે, બાજુના પાર્કિંગમાં ઉભી રગેલી આઈસર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ થઇ ગયું હતુ, કારમાં એક બાળક સહિત છ લોકો સવાર હતા. અકસ્માતની જાણ પોલીસ અને લોકોને થતા ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર મહેમદાવાદ નજીક સૂંઢા વણસોલ પાસે સુરતના પરિવારનો અકસ્માત થયો છે. આ લોકો કાર મારફતે અમદાવાદ આવી રહ્યાં હતા. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર આઈસરના પાછળના ભાગમાં ઘુસી ગઇ હતી. અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. એક  બાળક, કાર ચાલક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા.

પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યાં છે. ઇજાગ્રસ્ત સુષ્માબેન ચંદ્રકાંતભાઈ સુરતી (ઉ.વ. 45), ક્રિષ્ના ચંદ્રકાંતભાઈ સુરતી (ઉ.વ. 20) અને ત્રિષા ચંદ્રકાંતભાઈ સુરતીને (ઉ.વ. 12) સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch