Fri,17 May 2024,2:22 am
Print
header

વડોદરામાં આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પોલીસે અનેકની કરી અટકાયત- gujarat post

વડોદરાઃ આમ આદમી પાર્ટીનું વધતુ જોર ભાજપની ચિંતા વધારી રહી છે, રાજ્યના ત્રણ મોટા શહેરો વડોદરા,રાજકોટ અને અમદાવાદમાં કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર્સ લાગ્યા છે, બીજી તરફ કેજરીવાલના રોડ શો પહેલા જ વડોદરામાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઇ છે. પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે અનેક જગ્યાએ કેજરીવાલના પોસ્ટર્સ પણ ફાડી નાખવામાં આવ્યાં છે.

વડોદરામાં કેજરીવાલના રોડ શો પહેલા તેમને હિન્દુ વિરોધી ચિતરીને ગો કેજરીવાલ ગો...ના લખાણ લખાયા છે, આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરાયો છે.ન્યાય મંદિર પાસે મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકરો ભેગા થઇ ગયા હતા અને આમને સામને આવી ગયા હતા. 

પહેલા પણ અનેક જગ્યાએ આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અનેક બનાવો છે, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પાટીલના ઇશારે આ બધું થઇ રહ્યું છે.પહેલા સુરતમાં પણ આવું ઘર્ષણ થયું હતુ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch