Fri,26 April 2024,11:13 pm
Print
header

આજે ઉત્તરાયણ, કાતિલ ઠંઠી અને સરકારી નિયમોના પગલે પતંગ રસિયાઓમાં થોડી નિરાશા - Gujarat Post

(ફાઈલ તસવીર)

આજે પવનની ગતિ 11 કિ.મી રહી શકે છે

સરકારે ધાબા પર મ્યુઝિક સિસ્ટમ નહીં વગાડવા પ્રતિબંધ મૂક્યો છે

આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

અમદાવાદઃ આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણનો રંગ ફીક્કો પડ્યો છે. તેમાં ચાલુ વર્ષે સરકરે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે જેને લઈ પતંગ રસિયાઓમાં નિરાશા છે.ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીને કારણે પતંગરસિયાઓની સવારના સમયમાં મજા બગડી શકે છે.પરંતુ પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓની મજા બગડશે નહીં. આજે 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા પર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે જેને લઈ કેટલાક લોકોમાં રોષ છે. ઉપરાંત ધાબા પર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર મુકેલા પ્રતિબંધને કારણે પણ રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch