Sat,18 May 2024,12:37 pm
Print
header

મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતના ઘરે દરોડા, ઉત્તરાખંડથી દિલ્હી સુધી 12 સ્થળો પર EDની કાર્યવાહી

ઉત્તરાખંડઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘરે દરોડા પાડ્યાં છે. મળતી માહિતી મુજબ, મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત આ દરોડા ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં ઘણા સ્થળો પર થઈ રહ્યાં છે.

મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દિલ્હી, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં EDના આ દરોડા ચાલી રહ્યાં છે. ઉત્તરાખંડના પૂર્વ વનમંત્રી હરક સિંહ રાવત સાથે જોડાયેલા એક કૌભાંડ કેસમાં લગભગ 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે.

EDની ટીમ દેહરાદૂનના ડિફેન્સ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. કેન્દ્રીય એજન્સીએ પૂર્વ મંત્રીના નજીકના લોકો સામે પણ કાર્યવાહી કરી છે. EDએ જંગલ જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી PMLA હેઠળ કરવામાં આવી રહી છે. અગાઉ ઓગસ્ટ 2023માં પણ વિજિલન્સ વિભાગે હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

કોણ છે હરક સિંહ રાવત?

હરક સિંહ રાવતને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા અને કેબિનેટ મંત્રી પદ પરથી બરતરફ કરવામાં આવ્યાં હતા, ત્યારબાદ તેઓ વર્ષ 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા. હરક સિંહની સાથે તેમની પુત્રવધૂ અનુકૃતિ ગુસૈન પણ કોંગ્રેસમાં જોડાયા હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch