Sat,27 April 2024,12:35 am
Print
header

14 યાત્રીઓ ભૂસ્ખલનની ઝપેટમાં આવતા બચ્યાં, નૈનીતાલ જઈ રહેલી બસનો વીડિયો જોઇને તમે દંગ રહી જશો

દેહરાદૂનઃ ઉત્તરાખંડથી નૈનીતાલ જઈ રહેલી બસમાં 14 યાત્રીઓ ભૂસ્ખલનની ઝપેટમાં આવતા બચી ગયા છે. નૈનીતાલ-જ્યોલીકોટ-કર્ણપ્રયાગ નેશનલ હાઈવે પર વીરભટ્ટી પુલથી સટી બલિયાનાલાના પહાડનો એક ભાગ ઘસીને હાઈવે પર આવી પડ્યો હતો. દરમિયાન ત્યાથી પસાર થઈ રહેલી એક બસ માંડ માંડ બચી હતી. આ બસમાં સવાર તમામ યાત્રિઓ પોતાનો જીવ બચાવીને બસમાં કુદીને ભાગવા લાગ્યા હતા. ડ્રાઈવરે સતર્કતા રાખી યોગ્ય સમયે બ્રેક લગાવીને બસને રોકી દીધી હતી.

હાઈવે પર પથ્થર પડતા જોઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ અને તેઓ બસથી ઉતરીને ભાગવા લાગ્યા. ઘણા પેસેન્જર બસની બારીમાંથી કૂદી ગયા. ઉત્તરાખંડમાં સતત વરસાદના લીધે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. હિમાચલ પ્રદેશમાં સોલન જિલ્લાના નાલાગઢના બરોટીવાલામાં એક બસ ઉપર ખડક પડી હતી. આ ઘટનામાં 32 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતા.હવામાન વિભાગએ જણાવ્યું કે આવનારા 5 દિવસોમાં ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 21 ઓગસ્ટે હિમાચલ પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch