Fri,26 April 2024,4:41 pm
Print
header

અમેરિકા ભારત સહિત આ દેશોને આપશે કોરોના રસીના વધુ 5.5 કરોડ ડોઝ

ન્યૂયોર્કઃ અમેરિકાએ વૈશ્વિક સ્તરે 5.5 કરોડ કોવિડ-19 ડોઝ આપવાની યોજનાની જાહેરાત કરી દીધી છે. જેમાં 1.6 કરોડ રસીના ડોઝ ભારત અને બાંગ્લાદેશ જેવા એશિયન દેશોમાં અપાશે. આ પહેલા 2.5 કરોડ મળીને બાઇડેન તંત્ર અત્યાર સુધીમાં 8 કરોડ ડોઝ વિતરિત કરવાની જાહેરાત કરી ચુક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ કોવિડ મહામારીને વૈશ્વિક સ્તર પર સમાપ્ત કરવાના હેતુસર જૂનના અંત સુધીમાં રસી વિતરણ કરવાનો સંકલ્પ લીધો હતો

વ્હાઇટ હાઉસે કહ્યું કે વિશ્વભરમાં કોવિડ મહામારીને સમાપ્ત કરવાની લડાઈ ચાલુ રાખવા માટે રાષ્ટ્રપતિ બાઇડને વિશ્વમાં રસી ઉપલબ્ધ કરાવવાની સહાયતાનો વાયદો કર્યો છે જે અંતર્ગત અમારી ઘરેલુ આપૂર્તિમાંથી રસી દાન કરવાની યોજના છે રાષ્ટ્રપતિએ જૂન સુધીમાં 8 કરોડ ડોઝ વિતરીત કરવાનો સંકલ્પ લીધો હતો.આઠ કરોડમાંથી 75 ટકા કોવેક્સ અભિયાન હેઠળ વિતરિત કરાશે. 25 ટકા રસી સંક્રમણના વધારે મામલા આવી રહ્યાં છે તેવા દેશોને અપાશે. એશિયન દેશોમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન તથા અન્ય દેશોને વધારે રસીના ડોઝ અપાશે. જી-7 સંમેલનમાં બ્રિટીશ પીએમ બોરિસ જોનસને વિશ્વના ગરીબ દેશોને એક અબજ ડોઝ આપીને રસીકરણમાં વેગ લાવવાની આશા વ્યક્ત કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch