Fri,26 April 2024,12:06 pm
Print
header

US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં માસ્ક પહેરવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ ?

વોશિંગ્ટનઃ ચીનમાંથી ફેલાયેલા કોરોના વાઇરસે (Novel corona) અમેરિકામાં 95000 કરતા વધુ લોકોના જીવ લઇ લીધા છે, અંદાજે 16 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે, દુનિયાની મહાસત્તા અમેરિકા લાચાર છે, (Covid_19) કોરોનાના નવા કેસ આવી જ રહ્યાં છે, ત્યારે દુનિયાના અનેક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, તે જોતા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ વારંવાર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે, જો કે તેમને જાહેરમાં માસ્ક પહેરવાનો ઇનકાર કરી દીધો છે. તેઓએ મિશિગન રાજ્યમાં વેન્ટિલેટર બનાવતી ફેક્ટરની મુલાકાત કરી હતી, ત્યાં પણ જાહેરમાં મીડિયા સમક્ષ માસ્ક પહેર્યું ન હતુ, આ રાજ્યમાં માસ્ક ફરજિયાત છે, તેમ છંતા પ્રેસિડેન્ટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

જો કે ટ્રમ્પે આખરે જાહેરમાં માસ્ક ન પહેરવા માટેનું કારણ આપ્યું છે, તેમને પત્રકારાને કહ્યું કે હું મીડિયા સામે માસ્ક પહેરીને આવવા નથી માંગતો, હું નથી ઇચ્છતો કે મારો માસ્ક સાથેનો ફોટો તમે પ્રકાશિત કરો, જેથી મે ફેક્ટરીની અંદર માસ્ક પહેરી રાખ્યું હતુ અને બહાર તમારી સામે આવતા પહેલા માસ્ક ઉતારી દીધું છે. અગાઉ પણ ટ્રમ્પ પર મનમાની કરવાના અને કોરોના સામે યોગ્ય પગલા ન લેવાના આરોપ લાગ્યા છે, ટ્રમ્પ અત્યાર સુધી લોકડાઉનના વિરોધમાં જ છે, મોતનો આંકડો વધી રહ્યો છે, તેમ છંતા ટ્રમ્પ અમેરિકનોને બચાવવા કંઇ જ કરી રહ્યાં નથી તેવા આરોપ લાગ્યા છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch