Sat,27 April 2024,2:33 am
Print
header

ફ્લોરિડાના દરિયાકાંઠે 240 કિ.મીની ઝડપથી ઇયાન અથડાયું, ગાડીઓ તણાઇ, રસ્તાઓ પર ભરાયા પાણી- Gujarat Post

અમેરિકાઃ ક્યૂબામાં તબાહી મચાવ્યાં બાદ ભયાનક તોફાન ઈયાનેફ્લોરિડા રાજ્યમાં જોરદાર ટક્કર મારી છે. હરિકેન ઇયાન બુધવારે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠે મોન્સ્ટર પવન અને મુશળધાર વરસાદ સાથે લેન્ડફોલ થયું હતું. આ કારણે ત્યાંના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમાં ઘણી ગાડીઓ તણાઈ ગઈ છે. ફ્લોરિડામાં વિનાશક તોફાનથી મોટા પાયે નુકસાન થયું છે.

નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)એ જણાવ્યું છે કે ઇયાન ફ્લોરિડાના દરિયાકાંઠે 240 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. વાવાઝોડું ત્રાટક્યું તે પહેલાં ત્યાં વરસાદ પડી રહ્યો હતો. વાવાઝોડાની ટક્કરને કારણે ફ્લોરિડા પેનિનસુલામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે હજારો લોકોને અસર થઇ છે.

તોફાનની અસર ફ્લોરિડા અને દક્ષિણ-પૂર્વના રાજ્યો જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં છે. યુએસ બોર્ડર પોલીસે જણાવ્યું કે એક બોટ ડૂબી ગયા બાદ 20 લોકો ગુમ થયા છે.ફ્લોરિડા કીઝમાં કોસ્ટ ગાર્ડે દરિયામાં તરતા બચી ગયેલા કેટલાક લોકોને બચાવી લીધા છે.

વાવાઝોડા ઇયાનને કારણે ટેમ્પા અને ઓર્લાન્ડોના એરપોર્ટ પરથી તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે અને 8,50,000 ઘરોમાં વીજળી ગુલ છે. અધિકારીઓએ તમામ વિસ્તારોમાં ચેતવણી જાહેર કરી છે કે ભારેથી અતિ ભારે વરસાદ થશે. આગામી 24 કલાક સુધી અહીં વાઝોડાને કારણે ભારે વિનાશની શક્યતા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch