Fri,26 April 2024,9:38 am
Print
header

ઉત્તર પ્રદેશના પૂર્વ CM કલ્યાણસિંહનું 89 વર્ષની ઉંમરે અવસાન, છેલ્લા ઘણા સમયથી હતા બિમાર

1991 માં મુખ્યમંત્રી બન્યા બાદ કલ્યાણસિંહ પોતાના સમર્થકો સાથે અયોધ્યાં પહોંચ્યાં હતા, રામમંદિરનો સંકલ્પ લીધો હતો, 1992 માં બાબરી ધ્વંસ કરાઇ હતી

લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કલ્યાણસિંહનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા અને લખનઉની SGPGI હોસ્પિટલમાં આજે તેમનું નિધન થયું છે. અગાઉ શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા તેમનું નિધન થયું છે.

દોઢ મહિનાથી તેમની તબિયત વધારે ખરાબ થઇ હતી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના નેતાઓ પણ તેમની ખબર પૂછવા પહોંચ્યાં હતા.નોંધનિય છે કે રામમંદિર આંદોલનમાં કલ્યાણસિંહનો મોટો ફાળો રહ્યો છે અયોધ્યામાં બાબરી ધ્વંસ વખતે તેઓ યુપીના સીએમ હતા અને તેમને આ સમયે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. ત્યારે તેમના નિધનથી PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓમાં અને તેમના સમર્થકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. ભાજપે એક દમદાર નેતા ગુમાવ્યાં છે જેમના ભાષણો સાંભળવા હજારોની સંખ્યામાં લોકો આવતા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch