Sat,27 April 2024,7:00 am
Print
header

યુક્રેનનો દાવો, 11,000 બાળકોને બળજબરીપૂર્વક લઇ ગયું રશિયા- Gujarat Post News

કિવીઃ રશિયા-યુક્રેન યુદ્ધને 9 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે હજુ પણ બોમ્બમારો ચાલી રહ્યો છે. યુક્રેન અને રશિયા બંને એકબીજા પર જીવલેણ હુમલા કરી રહ્યાં છે. દરમિયાન યુક્રેને રશિયા પર સનસનીખેજ દાવો કર્યો છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા યુક્રેનમાંથી 11,000થી વધુ બાળકોને બળજબરીથી લઇ ગયું છે.જેઓ રશિયા જવા માંગતા ન હતા.

યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ આન્દ્રે કોસ્ટિને એવો પણ આક્ષેપ કર્યો કે રશિયા યુદ્ધગ્રસ્ત દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત હુમલો કરી રહ્યું છે. જે નરસંહાર સમાન છે. 11 હજાર યુક્રેનના બાળકોને બળજબરીથી રશિયા લઇ જવાયા છે. 

રશિયાના હુમલા બાદ યુક્રેનમાં લાખો લોકો ઠંડા હવામાનમાં વીજ કાપનો સામનો કરી રહ્યાં છે. રવિવારે રાષ્ટ્રને સંબોધન કરતા પ્રથમ આંતરિક નાયબ પ્રધાન યેવની યેનિને જણાવ્યું કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 32,000 નાગરિક સંપત્તિઓ અને 700 થી વધુ મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ નાશ પામી છે. મોટાભાગના ખાનગી મકાનો અને રહેણાંક એપાર્ટમેન્ટ્સ હતા. એરફિલ્ડ્સ, બ્રિજ, ઓઇલ ડેપો, પાવર સ્ટેશનો જેવી માળખાગત સુવિધાઓને અસર થઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch