Fri,26 April 2024,5:08 pm
Print
header

મેહરાનગઢનો કિલ્લો આ તારીખથી પર્યટકો માટે મુકાશે ખુલ્લો, જાણો શું છે ખાસ વ્યવસ્થા ?

રાજસ્થાન: જોધપુરનો ઐતિહાસિક મેહરાનગઢનો કિલ્લો કોરોનાને કારણે લગભગ 46 વર્ષ પછી ગત 18 માર્ચે બંધ થયો હતો. હવે 6 મહિના પછી 1 ઓક્ટોબરે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન લોકો માટે કોરોનાથી બચવા સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ ઓનલાઇન ટિકિટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સામાજિક અંતર, સેનીટાઇઝેશન, ડિજિટલ થર્મોમીટરની સાથે સમય પર તપાસ કરવામાં આવશે.

ટ્રસ્ટના ડિરેક્ટર કરણીસિંહ જસોલે જણાવ્યું હતું કે હવે મુલાકાતીઓ મેહરાનગઢ આવવા માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકશે. મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટે પણ તેના સ્તરે અનેક વ્યવસ્થા કરી છે. જેથી લોકોમાં સામાજિક અંતર જાળવી શકે. જસોલે કહ્યું કે કિલ્લો ખુલવાની સાથે પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે અને પ્રવાસીઓ પણ આવી શકશે.તમે મ્યુઝિયમ ટિકિટ ઓનલાઇન લઈ શકો છો. નવા નિયમો અંગે મેહરાનગઢ ફોર્ટના સ્ટાફ દ્વારા ગાઇડ બંધુઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

સરકાર તરફથી પ્રાપ્ત કોવિડ 19 ની માર્ગદર્શિકા હેઠળ, ઐતિહાસિક કિલ્લો ફરીથી સામાન્ય લોકો માટે ખુલશે, જેમાં સામાજિક અંતર સાથેના કોરોનાને લગતી અન્ય તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટના ડાયરેક્ટર કુંવર કરણીસિંહ જસોલે જણાવ્યું હતું કે, સરકારની ગાઇડલાઇન મુજબ અનલોક દરમિયાન વિવિધ હોટલ, ગેસ્ટ હાઉસ, સરકારી સંગ્રહાલયો અને અન્ય પર્યટક સ્થળો ખોલવામાં આવ્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch