Sat,27 July 2024,4:50 pm
Print
header

રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં

ચેન્નઇઃ તમિલનાડુ પોલીસે ડિંડીગુલ-મદુરાઈ હાઈવે પર અંકિત તિવારીની કારનો આઠ કિલોમીટર સુધી પીછો કરીને તેની ધરપકડ કરી હતી. આરોપીને 15 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ ડિંડીગુલમાં તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં હતા.

આ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે આ કેસમાં મદુરાઈ અને ચેન્નઈના ઘણા ED અધિકારીઓ સામેલ છે. તિવારી ઘણા લોકોને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયાની લાંચ લેતો હતો.તેણે લાંચની રકમ EDના અન્ય અધિકારીઓમાં પણ વહેંચી દીધી હોવાનું સામે આવ્યું છે.

સરકારી કર્મચારીઓ પાસેથી પૈસા પડાવતો હતો

અંકિત તિવારીએ 29 ઓક્ટોબરે ડિંડીગુલના એક સરકારી કર્મચારીનો તેની વિરુદ્ધ નોંધાયેલા કેસના સંબંધમાં સંપર્ક કર્યો હતો. તે કેસ બંધ થઈ ગયો હતો. તિવારીને કર્મચારીને કહ્યું કે પીએમઓએ EDને આ કેસની તપાસ ફરી શરૂ કરવા કહ્યું છે.

તેણે કર્મચારીને તપાસ માટે 30 ઓક્ટોબરે મદુરાઈમાં ED ઓફિસમાં હાજર થવા કહ્યું હતુ. જે દિવસે કર્મચારી ED ઓફિસ પહોંચ્યો તે દિવસે ED અધિકારીએ કેસની તપાસ રોકવા માટે કર્મચારી પાસેથી 3 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. બાદમાં તિવારીએ કર્મચારીને કહ્યું કે તેણે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે અને તેઓ રકમ ઘટાડીને 51 લાખ રૂપિયા કરવા સંમત થયા છે.

ED અધિકારી અંકિત તિવારી રંગે હાથે ઝડપાયા

1 નવેમ્બરના રોજ સરકારી કર્મચારીએ કથિત રીતે ED અધિકારીને 20 લાખ રૂપિયાનો પહેલો હપ્તો આપ્યો હતો. આ પછી તિવારીએ આ પૈસા મોટા અધિકારીઓમાં વહેંચી દેવામાં આવશે તેમ કહીને આખી રકમ આપવા કહ્યું. જો તે સમયસર પૈસા નહીં ચૂકવે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

અંકિત તિવારીની માંગ પર શંકા જતા આ સરકારી કર્મચારીએ 30 નવેમ્બરના રોજ DVACના ડિંડીગુલ યુનિટમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પછી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તિવારી ED અધિકારી તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં છે. આ કારણોસર તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી 1 ડિસેમ્બરે અંકિત તિવારી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch