Sat,27 April 2024,4:17 am
Print
header

સુરતના આ વિસ્તારમાં કોરોનાનું સંકટ, 9 પોઝિટિવ કેસ આવતા તંત્ર આવ્યું હરકતમાં

સુરતઃ હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ ફરીથી સુરત શહેરમાં કોરોનાના કેસ સામે આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. અઠવા વિસ્તારના મેઘ મયુર એપોર્ટમેન્ટમાં એક સાથે 9 કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. પાલિકા દ્વારા એપાર્ટમેન્ટને સીલ કરી દેવાયું છે તમામ લોકોનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અહીં લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. તેમજ આખા એપાર્ટમેન્ટને કોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. 

સુરતમાં એક સાથે કોરોનાના 9 કેસ સામે આવતા ફરી ચિંતામાં વધારો થયો છે, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જાહેર સ્થળોએ લોકો ધ્યાન રાખે તથા ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળે, ફરજીયાત માસ્ક અને સામાજિક અંતરના નિર્દેશ આપી દેવાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. 19 દર્દીઓ સાજા થયા છે. સતત 20મા દિવસે કોરોનાથી એક પણ મોત થયું નથી. તેમજ રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch