Fri,03 May 2024,8:14 am
Print
header

બેંક મેનેજરનો ખેલ... નકલી ખાતું ખોલાવીને કરોડો રૂપિયાની કરી લેવડદેવડ, આ રીતે પકડાયું કૌભાંડ

(ફાઇલ ફોટો)

સુરતઃ નકલી બેંક એકાઉન્ટ ખોલીને કરોડો રૂપિયાની લેવડ દેવડનો કિસ્સો સામે આવ્યો છે. બનાવટી દસ્તાવેજોને આધારે ખાનગી બેંકના મેનેજર સહિત ચાર લોકોએ કરંટ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં 3 કરોડ રૂપિયાની લેવડદેવડ કરી હતી. કાગળ પર અલગ-અલગ પેઢીઓ પણ બનાવવામાં આવી હતી. પોલીસે બેંક મેનેજર સહિત બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતા અખિલેશ રણજીતકુમાર યાદવે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.તેણે લખ્યું છે કે તેની જાણ વગર જ સોશલ સર્કલ પાસેની એચડીએફસી બેંકમાં તેના ખાતા ખોલવામાં આવ્યાં હતા. આ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા. રબર સ્ટેમ્પ અને નકલી પુરાવાને આધારે તેમના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતુ.

તપાસ દરમિયાન આ વાત આવી સામે 

ફરિયાદ બાદ ખટોદરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. અખિલેશ યાદવના બેંક ખાતામાંથી ચૌહાણ કન્સલ્ટન્સીના બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદના આશ્રમ રોડ ખાતે રહેતા અજય બળવંતસિંહ ચૌહાણના નામે બેંક ખાતું મળી આવ્યું હતું. પોલીસ ત્યાં ગઈ તો ખબર પડી કે ત્યાં કોઈ ફર્મ નથી. ઉપરાંત ખટોદરા પોલીસ દ્વારા અન્ય એક બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી ત્યારે રામ ટ્રેડીંગના ખાતામાં પણ કરોડો રૂપિયાની લેવડદેવડનો મામલો સામે આવ્યો હતો.

પોલીસે વિવિધ લોકોની સઘન પૂછપરછ કરી હતી

ખટોદરા પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં અલગ-અલગ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પુનિત પાંડે નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે બંને બેંક ખાતા રજત સેઠિયા નામના વેપારીને ઓપરેશન માટે આપવામાં આવ્યાં હતા.

ડીસીપીએ કહી આ વાત

સુરત પોલીસના ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે અખિલેશ રણજીત યાદવ કોઈપણ પ્રકારની પેઢીના માલિક નથી. આરોપી સંદીપ ગુમાનમલ ખારેચા, HDFC બેંકના મેનેજર રજત સેઠીયાએ આરોપી મિલન જૈન સાથે મળીને આ બંને ખાતામાં કરોડો રૂપિયાના વ્યવહારો કરીને આર્થિક લાભ મેળવવા માટે છેતરપિંડી આચરી હતી. પોલીસે બેંક મેનેજર સંદીપ ગુમાનમલ ખારેચા અને રજત સંજય સેઠિયાની ધરપકડ કરી છે.તમામ આરોપીઓના મોબાઈલ નંબરની કોલ ડિટેઈલની તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch