Fri,03 May 2024,1:03 am
Print
header

દારૂબંધીમાંથી થોડી છૂટ બાદ... હવે સુરતના હીરાના વેપારીઓની માંગ, ડાયમંડ બુર્સમાં દારૂ વેચવાની આપો છૂટ

સુરતઃ દારૂબંધી ધરાવતા ગાંંધીના ગુજરાતમાં હવે દરેક જગ્યાએ દારૂની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અને વેચાણ પર મુક્તિ આપી દીધી છે.આ પછી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં દારૂબંધીમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી રહી છે. સુરત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા હીરાના વેપારીઓ પણ સરકારના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના નિર્ણયને આવકારી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ગિફ્ટ સિટીની જેમ સુરતમાં બનેલા ડ્રીમ સિટીમાં પણ સરકારે એવી જ વ્યવસ્થા કરવી જોઈએ. જેથી કરીને વિદેશથી હીરાની ખરીદી અને વેચાણ માટે આવતા લોકોને આતિથ્ય આપી શકાય.

પીએમ મોદીએ થોડા દિવસ પહેલા જ ઉદ્ઘઘાટન કર્યું હતું

સુરતમાં પણ સરકારે ગાંધીનગરને ડ્રીમ સિટીના નામથી ગિફ્ટ સિટી તરીકે ઓળખાવ્યું છે. સુરતના આ સપનાની નગરીમાં વિશ્વની સૌથી મોટી ઇમારત સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘઘાટન થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટા સુરત ડાયમંડ બુર્સમાં 4200 ઓફિસો છે.

આશરે રૂ.3500 કરોડના ખર્ચે બનેલી સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગની સફળતાનું સપનું સુરતના હીરાના વેપારીઓ જોઈ રહ્યાં છે. સુરત ડાયમંડના વેપારીઓ ગુજરાત સરકારે  ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવન પર મુક્તિની પ્રશંસા કરી છે. તેઓ ગુજરાત સરકારના નિર્ણયને આવકારે છે. સમયની સાથે આ છૂટ અન્ય જગ્યાએ પણ મળવી જોઇએ, તેવી માંગ કરાઇ રહી છે. 

વેપારીઓનું કહેવું છે કે સુરતમાં સરકારે જે ડ્રીમ સિટી બનાવી છે તે  ગિફ્ટ સિટીની જેમ અહીં પણ દારૂ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. સુરત ડાયમંડ બુર્સમાં વિદેશથી આવતા વેપારીઓને  જોતા સરકારે ડ્રીમ સિટીમાં 7 સ્ટાર હોટેલ બનાવવી જોઈએ અને દારૂના વેચાણ અને સેવન પર છૂટછાટ આપવી જોઈએ.સુરતમાં હોસ્પિલિટીની કોઈ સુવિધા નથી, જે સરકારે સુરતના ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ગોઠવવી જોઈએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch