Sat,27 April 2024,5:29 am
Print
header

સુરતઃ ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં રત્ન કલાકાર પટકાયો નીચે, બંને પગ કપાઈ ગયા છતાં ઘરે ફોન કરીને કહ્યું..

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હજારો લોકો રત્ન કલાકાર તરીકે કામ કરીને પેટીયું રળે છે. દરમિયાન શહેરમાં હૃદય કંપાવી નાખે તેવી દુર્ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે રત્નકલાકારના બન્ને પગ કપાઇ ગયા હતા. સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં ઉતાવળે ચઢતી વખતે રત્નકલાકાર નીચે પટકાતાં બંને પગ ગુમાવવા પડ્યા હતા.જો કે રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ જવાનોએ તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. 

મળતી વિગત પ્રમાણે કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર દશરથભાઈ નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યાં હતા. સ્ટેશન પર પહોંચ્યાં ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઊપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા છતાં હિંમતભેર દશરથભાઈએ તેમના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી. આરપીએફની ટીમે તાત્કાલિક તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch