સુરતઃ કામરેજ તાલુકામાં ત્રણ દિવસ પહેલા સગીરનું અપહરણ કરીને ખંડણી માંગ્યાની ઘટના સામે આવી હતી. આરોપી સગીરના અપહરણ બાદ ઉંભેર ગામની સીમમાં ઝાડી જાખડામાં તેનો મૃતદેહ ફેંકી દઈ ફરાર થઇ ગયા છે. 12 વર્ષના વર્ષના સગીરના અપહરણ બાદ તેના માતા-પિતા પાસે રૂ. 15 લાખની ખંડણી માંગી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. સગીરનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદનો માહોલ છે. સુરત પોલીસને બે દિવસ સુધી સગીરની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ નિરાશા હાથ લાગી છે. ખંડણી મામલે પોલીસે એક આરોપીને ઝડપીને પૂછપરછ હાથ ધરી છે.
સુરતના કડોદરા વિસ્તારની શિવમ સોસાયટીમાં સુધીર મહંતો નામના વ્યક્તિ રહે છે. જેઓ ડ્રાઈવીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 12 વર્ષીય અમરેન્દ્ર ઉર્ફે શિવમ મહંતો નામનો દીકરો હતો. 8 તારીખના રોજ સુધીર મહંતો ટેમ્પો લઈ ઘરે પહોંચ્યા ત્યાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અપહરણ કરનાર ઇસમે તેમનો દીકરો ઘરે આવ્યો કે નહીં તેમ પૂછ્યું હતું. જે બાદ પિતાએ નહિ આયા તેમ જણાવ્યું હતું. અપહરણ કરનારને ફરીથી ફોન કરીને ધમકી આપી હતી કે તુમ્હારા લાડકા ઘર નહીં આએગા તુમ મુજે પૈસે દોગે તો લડકા આયેગા ઔર પોલીસ મેં જાયેગા તો તુમ્હારા લડકા નહીં આયેગા.
સગીરના પિતાએ આ વાત સાંભળીને આસપાસ શિવમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પિતાને તેમનો પુત્ર મળ્યો ન હતો. ત્યાર બાદ ફરીથી અપહરણકર્તાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતુ કે પોલીસ કે પાસ ગયા તો તેરે બચ્ચે કો માર ડાલુંગા, મેરે આદમી તેરે પીછે લગે હુએ હૈ સુબહ તક 15 લાખ કી વ્યવસ્થા કર દેના" તેવુ કહી ફોન કાપી નાખ્યો હતો.
પરિવારે પોલીસને જાણ કરતા આસપાસના વિસ્તારને કોમ્બિંગ કરીને સગીરની શોધખોળ હાથધરી હતી.અપહરણકર્તાઓ પોલીસ પકડમાં આવી જશે તેવા ડરથી બાળકની હત્યા કરીને કામરેજ તાલુકાના ઉંભેર ગામની સીમમાં ઝાડી જાખડામાં તેનો મૃતદેહ ફેંકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર અપહરણના ગુના એક રીક્ષા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45
સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post | 2023-09-20 10:05:36
સ્ટેટ GST નું સુરતમાં ઓપરેશન યથાવત, ફરીથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડી | 2023-09-19 19:36:40
કરોડો રૂપિયાની ટેક્સચોરી, સુરતમાં આઈટીના દરોડામાં રૂ. 200 કરોડના રોકડ વ્યવહારો મળ્યાં- Gujarat Post | 2023-09-15 11:30:03
સુરતઃ પ્રેમી બન્યો પાગલ.... લગ્ન બીજી જગ્યાએ કરવાની વાત આવતા પ્રેમિકાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી | 2023-09-14 17:32:29