કુમાર કાનાણીના આ પત્રથી રાજ્ય સરકારની ફરી પોલ ખુલી
હીરા ઉદ્યોગ માટે પણ ટેક્સટાઇલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસીની માગ કરી
Surat News: સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા કુમાર કાનાણી ફરી એક વખત પોતાની જ સરકારને પત્ર લખ્યો છે. તેમણે આ વખતે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને સરકારને પત્ર લખ્યો છે. કાનાણીએ લખ્યું કે, છેલ્લાં કેટલાય સમયથી હીરા ઉદ્યોગ મંદીના કારણે કપરા સમયનો સામનો કરી રહ્યો છે. હાલ ભયંકર મંદીના કારણે ઘણાં યુનિટો બંધ થઇ ગયા છે. જેના કારણે ઘણાં હીરા ઉદ્યોગના કારીગરોને છૂટા કરવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બેકારીના કારણે રત્ન કલાકારો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. તેમના બાળકોનું ભરણપોષણ પણ ન કરી શકતાં આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે જેવી પોલિસી જાહેર કરવામાં આવી તેવી ડાયમંડ ઉદ્યોગ માટે પણ જાહેર કરવામાં આવે તેવી માગ છે.
પત્રમાં કુમાર કાનાણીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ માટે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરવામાં આવી છે તે બદલ ખૂબ-ખૂબ અભિનંદન. ટેક્સટાઇલ પોલિસીથી કાપડ ઉદ્યોગને વેગ મળશે, પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગ એટલે ડાયમંડ ઉદ્યોગ, જેના માટે પણ પોલિસી જાહેર કરવી જોઈએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન, જાણો વિશ્વના નેતાઓએ તેમના સંદેશમાં શું કહ્યું? | 2024-11-06 14:47:19
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો પ્રથમ ભાષણમાં શું કહ્યું? | 2024-11-06 14:30:42
વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ માવજી પટેલની ફટકાબાજી, કહ્યું- પાટીલનો પાવર ઉતારવાનો છે – Gujarat Post | 2024-11-06 14:15:57
Temple: આ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા હવે ફી ચૂકવવી પડશે- Gujarat Post | 2024-11-06 09:23:48
અમેરિકમાં ચૂંટણી પરિણામ આવવાના શરૂ, ટ્રમ્પને 17 અને કમલા હેરિસને 9 રાજ્યોમાં લીડ- Gujarat Post | 2024-11-06 09:08:35
બેફામ બુટલેગરો... દસાડામાં દારૂની ગાડી રોકવા જતા SMC ના PSI પઠાણ શહીદ થયા | 2024-11-05 11:13:18
Amreli: જાફરાબાદમાં સિંહણે બાળકીને માતાની નજર સમક્ષ ફાડી ખાધી- Gujarat Post | 2024-11-05 10:30:55
ACB ટ્રેપઃ મહિસાગરમાં નિવૃત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર 6,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2024-11-04 22:20:44
Surat News: ક્યારે અટકશે અચાનક મોતનો આ સિલસિલો ? વધુ બે લોકોનાં મોત- Gujarat Post | 2024-10-26 09:31:21
સુરતમાં મોટું ઓપરેશન, DRI એ સ્મગલિંગનું 9 કિલો સોનું કર્યું જપ્ત | 2024-10-21 10:46:20
શ્રદ્ધાંજલી... સુરતમાં 11,000 હીરાથી સ્વ.રતન ટાટાનું ભવ્ય પોટ્રેટ તૈયાર કરાયું | 2024-10-14 17:08:54
સુરતના માંગરોળ દુષ્કર્મ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાતમાંથી ભાગવાની ફિરાકમાં હતો- Gujarat Post | 2024-10-11 10:49:45