Sat,27 April 2024,3:22 am
Print
header

માલધારી સમાજે ભાજપ સરકારને હલાવી દીધી, રખડતા ઢોર નિયંત્રણ કાયદો સરકાર પરત ખેંચશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું- Gujaratpost

ગાંધીનગર: રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રખડતા ઢોર નિયંત્રણ બિલને પરત મોકલ્યું છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. રાજ્યપાલે વિધાનસભા સત્રમાં સરકારે પાસ કરેલું આ બિલ પાછું મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરાશે.

ગઇકાલે માલધારી સમાજનું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. સરકારે ઢોર નિયંત્રણ બિલ લાવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, ઘણા સમયથી અમે અમારા 14 મુદ્દાની માગ કરતા હતા.ત્યારે સરકાર ઢોર નિયંત્રણ બિલ લાવી, જેમાં એવુ લાગી રહ્યું છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. મહત્વનું છે કે, આ કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા જ દિવસમાં લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. જે બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar