Fri,26 April 2024,5:57 am
Print
header

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદેથી આપ્યું રાજીનામું- Gujarat Post

શ્રીલંકાઃ છેલ્લા ધણા સમયથી ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપી દેવું પડ્યું છે. રાજીનામું આપતા પહેલાં, તેમણે ટ્વીટ કર્યું  હતું કે, "શ્રીલંકામાં લાગણીઓની ભરતી વધી રહી છે, હું સામાન્ય લોકોને સંયમ રાખવાની અપીલ કરું છું. હિંસા કરવાથી માત્ર હિંસા જ ફેલાશે. આર્થિક કટોકટીમાં, આપણે આર્થિક સમાધાનની જરૂર છે, જેનો ઉકેલ લાવવા વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.

રાજપક્ષેનું નિવેદન દેશમાં હિંસાની મોટી ઘટનાઓ વચ્ચે આવ્યું છે.હિંસામાં 16 લોકો ઘાયલ થયા છે. મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ તેમના સત્તાવાર નિવાસસ્થાન પાસે એકઠા થયેલા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો, પોલીસે રાજધાનીમાં કર્ફ્યૂ લાદી દીધો છે.

મહિન્દાના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેની આગેવાની હેઠળની સરકાર પર દેશની ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરવા મોટો પડકાર છે. મહિન્દા રાજપક્ષે પર શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પક્ષના નેતાઓ દ્વારા રાજીનામું આપવા દબાણ કરવામાં આવ્યું હતું.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જાહેરાત કરી હતી. રાજપક્ષેએ પણ 1 એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની બહાર થયેલા વિરોધ પ્રદર્શન બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch