Fri,26 April 2024,5:14 pm
Print
header

શ્રીલંકા: કેબિનેટનું સામૂહિક રાજીનામું, મહિન્દા રાજપક્ષે રહેશે PM, સર્વપક્ષીય સરકાર બનશે- Gujarat Post

શ્રીલંકાઃ હિંસા અને રાજકીય અટકળો વચ્ચે, કેબિનેટે મોડી રાત્રે સામૂહિક રાજીનામું આપી દીધું છે.વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું નથી. ગૃહના નેતા અને શિક્ષણપ્રધાન દિનેશ ગુણવર્દને જણાવ્યું કે કેબિનેટે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને રાજીનામું સોંપ્યું છે. તેણે આનું કારણ જણાવ્યું નથી.

શ્રીલંકામાં ટૂંક સમયમાં સર્વપક્ષીય સરકાર બનવા જઈ રહી છે, જેમાં વિપક્ષના નેતાઓને સામેલ કરવામાં આવશે.તમામ પક્ષો તરફથી એવી દરખાસ્તો આવી હતી કે રાજકીય સ્થિરતા જાળવવા માટે નવી વચગાળાની સરકારની જરૂર છે. શ્રીલંકાની પોલીસે રવિવારે પેરાડેનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ટીયર ગેસ છોડ્યો હતો. જેમણે કેન્દ્રીય પ્રાંતમાં કર્ફ્યૂં હોવા છતાં સરકાર સામે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ સર્વપક્ષીય સરકાર બનાવવાની માંગ કરી રહ્યાં હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પેપરના ખર્ચમાં વધારો થવાને કારણે પરીક્ષાઓ લેવામાં આવતી નથી.આ પહેલા સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો.

વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સિવાય તમામ કેબિનેટ પ્રધાનોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષે પોતાના તમામ પોર્ટફોલિયોમાંથી રાજીનામું આપી દીધું છે. નમલ રાજપક્ષેએ એક ટ્વીટમાં જણાવ્યું કે "મેં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી તમામ વિભાગોમાંથી મારા રાજીનામાની જાણ કરી છે, આશા છે કે આનાથી શ્રીલંકાની જનતા અને સરકારને મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સ્થિરતા સ્થાપિત કરવામાં મદદ મળશે. હું અને મારી પાર્ટી અમારા દેશના મતદારો માટે પ્રતિબદ્ધ છીએ.

36 કલાકનો કર્ફ્યૂ આજે સવારે 6 વાગ્યે સમાપ્ત

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ સૂચના જારી કરીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સરકારે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે (4 એપ્રિલ) સવારે 6 વાગ્યા સુધી 36 કલાકનો કર્ફ્યૂ પણ લાદ્યો હતો.

સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવ્યો

શ્રીલંકાની સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો.દેશમાં સરકાર વિરોધી વિરોધ રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરવામાં આવી હતી, 36 કલાકનો કર્ફ્યૂ તેમજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch