Fri,26 April 2024,5:58 pm
Print
header

શિરડી બંધનું એલાન, સાંઇ બાબાનાં જન્મસ્થળ અંગેના ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર બબાલ

શિરડી: કરોડો લોકોની આસ્થા સમાન શિરડી સાંઇ બાબાના જન્મસ્થળને લઇને નવો વિવાદ થયો છે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાંઇ જન્મભૂમિ માનવામાં આવતા પાથરી શહેરના વિકાસ માટે 100 કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી હતી, જેમાં લોકોએ ઉદ્ધવ ઠાકરેના નિવેદનનો વિરોધ કર્યો છે, સાંઇ ભક્તોનું કહેવું છે કે સાંઇબાબાએ ક્યારેય પોતાના જન્મ સ્થળનો કે ધર્મનો ઉલ્લેખ કર્યો નથી, તે સર્વ સમાજના સાંઇબાબા છે, તો ઉદ્ધવ કંઇ રીતે સાંઇનું જન્મસ્થળ બતાવી રહ્યાં છે.
  
બીજી તરફ સાંઇબાબા ટ્રસ્ટના સભ્ય ભાઉસાહેબ વકચૌરે જણાવ્યું છે કે આ મામલે સ્થાનિકોની બેઠક બોલાવવામાં આવશે અને શિરડી બંધનું એલાન પણ આપી દેવામાં આવ્યું છે, ઉદ્વવ ઠાકરે પર રોષે ભરાયેલા સાંઇબાબા ટ્રસ્ટના સભ્યો અને શિરડીના લોકોએ માફીની માંગ કરી છે, તેમને કહ્યું છે કે ઉદ્ધવ પહેલા સાંઇબાબા વિશે વાંચી લે, કારણ કે તેમને ખબર હોવી જોઇએ કે સાંઇબાબા સર્વ ધર્મમાં માનતા હતા, કોઇ એક ધર્મના બતાવીને તેમના વિચારોની હત્યા કરવી અયોગ્ય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch