Sat,27 April 2024,5:03 am
Print
header

અમદાવાદઃ કોરોનામાં માતા પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની ફી 2 વર્ષ માટે ન લેવાનો શાળા સંચાલકોનો નિર્ણય

અમદાવાદઃ શહેરના શાળા સંચાલકો તરફથી વાલીઓને મોટી રાહતના સમાચારા સામે આવ્યાં છે. કોરોના કાળમાં માતા કે પિતા ગુમાવેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરાવમાં આવશે. ચાલુ વર્ષે શાળાઓમાં ફી નો મુદ્દો વધુ વેગ પકડે તે પહેલા જ અમદાવાદના ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન "સંગાથ' શરૂ કરવા જઇ રહ્યું છે. જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમને કોરોનાકાળમાં પોતાના માતા અથવા પિતા ગુમાવ્યાં છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની ફી ભરી હશે, તે પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ભૂતકાળમાં થયેલ અનુભવોને આધારે શાળા સંચાલક મંડળ જે વિદ્યાર્થીના માતા-પિતાને કોરોના થયો છે, તે મહિનાની ફીમાંથી પણ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ સંચાલક મંડળ તરફથી શહેરની ખાનગી શાળામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરાઇ રહી છે. વિદ્યાર્થીએ શાળામાં તેના માતા-પિતાના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ શાળામાં આધાર પુરાવા તરીકે દર્શાવશે તો તેને આ લાભ આપવામાં આવશે. આ બાબતે શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલનું કહેવું છે કે બાળકોએ શાળા પરિવારના સભ્યો છે જેમના માટે લાગણી છે.

અમદાવાદની 550થી વધુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ લાભ થશે. શહેર શાળા સંચાલક મંડળ તરફથી અન્ય સંચાલકોને આ બાબતે જાણ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ નિર્ણય બાબતે તમામ ખાનગી શાળા સંચાલકોને વિશ્વાસમાં લેવામાં આવ્યાં છે તેમને સહતમી દર્શાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કારણ કે હાલ રાજ્યમાં મુખ્યત્વે ત્રણ શાળા સંચાલક મંડળ કાર્યરત છે. જેમાં શાળા સંચાલક મંડળ, શાળા સંચાલક મહામંડળ અને અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશનનો સમાવેશ થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch