Sat,27 April 2024,8:16 pm
Print
header

કપડવંજ-કઠલાલ બેઠક પર ભાજપની જીત, બાયડમાં ધવલ ઝાલા અપક્ષમાંથી જીત્યા

ગુજરાતમાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ તરફી આવ્યાં છે, મોદીની આગેવાનીમાં  ભાજપને ઐતિહાસિક બેઠકો મળી છે. જો કે ગુજરાતમાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ ગઇ છે. કુતિયાણાથી સમાજવાદી પાર્ટીની સીટ પર કાંધલ જાડેજાની જીત થઇ છે. બીજી તરફ ભાજપે ટિકિટ ન આપતા અપક્ષમાંથી ચૂંટણી લડનારા ધવલ ઝાલાની અરવલ્લીની બાયડ બેઠક પરથી જીત થઈ છે.

ભાજપે ઉત્તર ગુજરાત અને ખેડામાં કોંગ્રેસનો ગઢ તોડી નાખ્યો છે, ખેડાની કપડવંજ- કઠલાલ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા રાજેશ ઝાલાની જીત થઇ છે, નડિયાદમાં લોકસેવક તરીકે જાણીતા ભાજપના પંકજ દેસાઇ ફરીથી જીત્યાં છે. આણંદની બોરસદ બેઠક આઝાદી પછી પહેલી વખત ભાજપના ખાતામાં આવી છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. અનેક બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી લીધી છે.

આંદોલન સમયના બે નેતાઓની જીત થઇ છે. વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરનો વિજય થતાં રાજકીય પંડિતોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અગાઉ આ બંને નેતાઓની હારની આગાહીઓ થતી હતી. ભાજપના ધુંવાધાર પ્રચાર અને વડાપ્રધાનના સતત પ્રવાસને લીધે ભાજપે નવો રેકોર્ડ સર્જ્યો છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch