Sat,27 April 2024,4:12 am
Print
header

ખાડામાં નહાતી વખતે ડૂબવાથી પાંચ બાળકોના મોત, લાશો જોઈ આખું ગામ હિબકે ચઢ્યું

બિહારઃ સહરસામાં એક દુખદાયક ઘટના બની છે. ખાડામાં નહાતી વખતે ડૂબી જવાથી પાંચ માસૂમ બાળકોનાં મોત થઇ ગયા છે. આ બનાવ સદર પોલીસ સ્ટેશન વિસ્તારની સહરસા વસાહતમાં બન્યો છે  એક ચીમની ભઠ્ઠાની નજીક, ચીમની ભઠ્ઠા સંચાલક દ્વારા જમીન ખોદવાથી ખાડો પડી ગયો છે. ખાડાનાં પાણીમાં પાંચ બાળકો નહાવા માટે ગયા હતા ખાડો ઊંડો હોવાથી પાંચેય બાળકો ડૂબી ગયા હતા અને ત્યાં તેમને બચાવનાર પણ કોઇ ન હતુ 

સ્થાનિક લોકોની મદદથી પાંચેય બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. એક સાથે પાંચ બાળકોની લાશો બહાર આવતા બાળકોના પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારોનો આક્રંદ જોઈ ગામના લોકો પણ હિબકે ચઢ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા જ સદર પોલીસ સ્ટેશનેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાંચ બાળકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી હતી. ગ્રામજનો દ્વારા ચીમની ભઠ્ઠા પાસે રહેલા ખાડાનો ઝડપી નિકાલ લાવવાની માંગ કરાઈ છે એસડીઓએ જણાવ્યું કે નહાતી વખતે વરસાદનાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી પાંચ બાળકોનાં મોત નીપજ્યાં છે. સરકાર દ્વારા વળતરની જોગવાઈ હેઠળ મૃતક બાળકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈંટ ભઠ્ઠા સંચાલક દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch