Fri,26 April 2024,7:08 pm
Print
header

રશિયામાં યુનિવર્સિટીમાં હુમલો, વિદ્યાર્થીઓ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી કૂદી ગયા

હુમલામાં 8 લોકોનાં મોત થઇ ગયા

મોસ્કો:અજાણ્યા બંદૂકધારીએ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં હુમલો કર્યો છે. અનેક વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી નીચે કૂદી પડ્યા હતા. આ હુમલામાં 8 લોકોના મોત થયા છે, 14 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે પર્મ સ્ટેટ યુનિવર્સિટી પર આ હુમલો આતંકવાદી હુમલો છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર કર્યો હતો.

હુમલા બાદ યુનિવર્સિટીમાંથી એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ બિલ્ડિંગની બારીમાંથી નીચે કૂદકો મારતા જોવા મળી રહ્યાં છે. હુમલાખોરના ડરથી વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદીને ભાગતા જોવા મળી રહ્યાં છે. 

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટી ખૂબ પ્રખ્યાત યુનિવર્સિટી છે.અચાનક અહીં ગોળીબારનો અવાજ  થતા અફરા તફડી મચી ગઇ હતી. એક અજાણ્યા હુમલાખોરે વિદ્યાર્થીઓ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ભૂતકાળમાં રશિયામાં આવા અનેક હુમલા થયા છે. રશિયા પોતાના દેશની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ સતર્ક રહે છે. તેમ છંતા આવા હુમલા થઇ રહ્યાં છે.

હુમલાખોરને માર્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આરોપીની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. તે તપાસ કરવામાં આવી રહી છે કે બંદૂકધારી યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો કે આતંકવાદી તેની તપાસ થઇ રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch