Fri,26 April 2024,4:10 pm
Print
header

કોરોના રિટર્ન્સઃ અમેરિકામાં કોરોનાના 1 લાખથી વધુ નવા કેસ, ચીનના 18 પ્રાંતોમાં ફેલાયો ડેલ્ટા વેરિએન્ટ

વોશિંગ્ટનઃ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ અનેક દેશોમાં તીવ્ર ગતિએ વધી રહ્યો છે. અમેરિકામાં પાછી કોરોના સંક્રમણની શરૂઆત થઈ ગઈ છે. સતત બે દિવસથી કોરોનાના નવા 1 લાખ જેટલા કેસ નોંધાયા છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.કોવિડના કેસ 50 ટકા વધતા ફ્લોરિડા નવું હોટ સ્પોટ બન્યું છે. દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 19.77 કરોડને પાર કરી ગયો છે, મહામારીથી મૃત્યું પામનાર લોકોની સંખ્યા 42.1 લાખ થઈ ગઈ છે. બ્રાઝિલ અને રશિયામાં કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે. 

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,01,171 કોરોનાના કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ફ્લોરિડામાં સૌથી વધુ ગંભીર સ્થિતિ છે. અમેરિકામાં દર પાંચ દર્દીઓમાંથી એક સંક્રમિત ફ્લોરિડાનો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. ફ્લોરિડામાં કોરોનાના 21,683 નવા કેસ સામે આવ્યાં છે. મહામારીની શરૂઆત પહેલીવાર એક દિવસમાં આટલા વધારે કેસ સામે આવ્યાં છે. આ સપ્તાહે અમેરિકામાં મહામારીથી 409 લોકોના મોત થયા છે, મૃત્યુઆંક વધીને 39 હજાર થઈ ગયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ચીનના 18 પ્રાંતોમાં કોરોનાનો ડેલ્ટા વાયરસ ફેલાયો છે આ રાજ્યોના 27 શહેરોમાં છેલ્લા 10 દિવસમાં સંક્રમણના 300 કેસ સામે આવ્યાં છે. આ શહેરોમાં બેઇજિંગ, જિઆંગસૂ અને સિચુઆન સામેલ છે. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં વધુ 910 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક 5,56,370 થઈ ગયો છે. બ્રાઝિલમાં 37,582 નવા કેસ સામે આવ્યાં છે. 

રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 22,804 નવા કેસ સામે આવ્યા છે, કોરોનાથી 789 લોકોના મોત થયા છે. આ સાથે રશિયામાં સંક્રમિતોનો આંકડો વધી 62,88,677 થઈ ગયો છે. મહામારીથી મૃત્યુઆંક વધી 159,352 થઈ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch