Tue,07 May 2024,8:46 pm
Print
header

ગેમિંગ એપ સાથેના એક કેસમાં રણબીર કપૂરની મુશ્કેલીઓ વધી, ED એ પૂછપરછ માટે સમન્સ આપ્યું

મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સાથે રણબીરના સંબંધોની તપાસ

સૌરભના લગ્નમાં રણબીરે કર્યું હતુ પર્ફોમન્સ, કરોડો રૂપિયા આપ્યાં હોવા અંગે તપાસ

મુંબઇઃ કરોડો રૂપિયાના મની લોન્ડ્રીંગ કેસમાં ઇડી એક પછી એક મોટી કાર્યવાહી કરી રહી છે, આ વખતે ઇડીએ બોલીવુડ સ્ટાર રણબીર કપૂરને પૂછપરછ માટે સમન્સ ફટકાર્યું છે, તેને મહાદેવ એપના સૌરભના લગ્નમાં પર્ફોર્મન્સ આપીને મોટી ફી રોકડમાં લીધી હોવાની ચર્ચા છે. ઇડીએ 6 ઓક્ટોબરે રણબીરને મુંબઇની ઓફિસ પર પૂછપરછ માટે બોલાવ્યો છે. જેમાં મહાદેવ ગેમિંગ એપને લઇને તેને સવાલ કરવામાં આવશે.

સૌરભ ચંદ્રાકરે પોતાના લગ્નમાં અંદાજે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો

અનેક કલાકારોને કરોડો રૂપિયા હવાલાથી અપાયા હતા

ગેમિંગ એપને લઇને દેશમાં અનેક કૌભાંડો ખુલી રહ્યાં છે, જેમાં હવે ઇડી તપાસ કરી રહી છે

હાલમાં જ મહાદેવ એપને લઇને ઇડીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે, આ એપ ચલાવનારા મોટા માથાઓ દુબઇમાં છે.આ એપ પર કરોડો રૂપિયાના સટ્ટા રમાઇ રહ્યાં છે અને કરોડો રૂપિયાના હવાલાના પુરાવા ઇડી પાસે હોવાની ચર્ચા છે. રણબીર સિવાય અન્ય કલાકારો પણ દુબઇમાં પર્ફોરમ્સ કરી આવ્યાં છે અને તેમના પર પણ ઇડીની નજર છે. હવે રણબીરે કેટલાક રૂપિયા મહાદેવ એપના માલિકો પાસેથી લીધા હતા તેની ઉંડી તપાસ ચાલી રહી છે. આ ગેમિંગ એપના માલિકો સાથેના સંબંધોને લઇને પણ રણબીરે ખુલાસા કરવા પડી શકે છે.

ટાઈગર શ્રોફ, વિશાલ દદલાની, નેહા કક્કડ, ભારતી સિંહ, અલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પલ્કિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા, કૃષ્ણા અભિષેક પણ આ કેસમાં ઇડીના નિશાને છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch