Tue,16 April 2024,8:56 am
Print
header

ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post

સોશિયલ મીડિયા પોસ્ટથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ

આ ભાજપના નેતા કોણ તેને લઈને સૌરાષ્ટ્રભરમાં ચર્ચા

ભાજપમાં જ નહીં પરંતુ રાજકીય આગેવાનો અને વેપાર જગતના આગેવાનોમાં પણ ચર્ચા

રામભાઈની એક પોસ્ટથી ભાજપના અનેક નેતાની ઊંઘ હરામ

રાજકોટઃ ગુજરાત ભાજપના રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ ભાજપના જ વરિષ્ઠ નેતા સામે પોતાના કરોડ રૂપિયા ચાંઉ કર્યાનો આક્ષેપ કર્યો છે. સાંસદની પોસ્ટથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે, જો કે તેમણે નેતાનું નામ જાહેર કર્યું નથી.

સાંસદ મોકરીયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ભાજપના એક સિનિયર આગેવાન વર્ષોથી તેમના પૈસા પરત આપતા નથી. તે આગેવાન કરોડપતિ છે પરંતુ તેમની દાનત પૈસા આપવાની નથી. 1990થી રાજકારણમાં સક્રિય છે અને 1990થી જુદા જુદા પદે રહ્યાં છે. જે રકમ 2011થી બાકી છે. તેમની પાસે આ બાબતના લેખિત પુરાવા છે. તેમણે ભાજપના નેતાના નામનો ખુલાસો કર્યો નથી કે રકમ વિશે પણ જણાવ્યું નથી. જો કે આ રકમ કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. સાંસદની આ પોસ્ટથી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

વાયરલ થયેલી આ પોસ્ટ અંગે રામભાઈએ કહ્યું, એક ચર્ચાના જવાબમાં મેં આ પોસ્ટ કરી છે. આ નેતા ભાજપના છે અને મારે તેમની સાથે વર્ષોથી આર્થિક વ્યવહાર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch