Sat,27 April 2024,4:25 am
Print
header

IT RAID- રાજકોટમાં 35 સ્થળોએ ઇન્કમટેક્સના 150 અધિકારીઓ ત્રાટક્યા, અનેક બિલ્ડર્સ, ફાઇનાન્સર ઝપેટમાં

રાજકોટઃ ઘણા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે મોટા દરોડા કર્યા છે રાજકોટમાં આર.કે ગ્રુપ, ટ્રીનીટી બિલ્ડર ગ્રુપ અને અનેક ફાઇનાન્સર્સના 35 જેટલા સ્થળોએ આઇટીએ દરોડા કર્યા છે. આર.કે.ગ્રુપના સર્વાનંદ સોનવાણી, જગદીશભાઇ, ભરતભાઈ, કમલભાઈના સિલ્વર હાઇટસના મકાનો અને ઓફિસો પર આવકવેરા વિભાગે આ ઓપરેશન હાથ ધર્યું છે. આ ગ્રુપ સાથે જોડાયેલા કોન્ટ્રાકટરો રમેશ પાંચાણી અને આશિષ ટાંકની ઓફિસો પર પણ દરોડા થયા છે, ટ્રીનીટી ગ્રુપના પ્રફુલ ગંગદેવ તેમના ભાગીદાર કિંજલ ફળદુ, ચંદ્રેશ પનારા, ગૌરાંગ પટેલ, સિધ્ધાર્થ ગંગદેવની ઓફિસો અને રહેણાંક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં છે. શહેરના જાણીતા ફાઇનાન્સર કૌશિક અને હિમાંશુને ત્યાં પણ આઇટીની રેડ થઇ છે. રાજકોટમાં ઈલેકટ્રોનિકસનો શોરૂમ ચલાવનારા હરીસિંઘ સુચરીયાને ત્યાં પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. 

આઇટીની જુદી જુદી ટીમો દ્વારા રિંગ રોડ પરની ઓફિસો, કાલાવાડ રોડ પરની ઓફિસો અને નિવાસસ્થાનોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે આ દરોડામાં કરોડો રૂપિયાની ટેક્સચોરી સામે આવે તેવી શક્યતા છે. આ ઓપરેશનમાં વડોદરા, અમદાવાદ, સુરતના આઇટી વિભાગના 150 જેટલા અધિકારીઓ જોડાયા છે. એક જમીનના મોટા પ્રોજેક્ટને લઇને આ કાર્યવાહી કરાઇ રહી હોવાનું સામે આવ્યું છે આઇટીની પાસે કેટલાક બેંક એકાઉન્ટની પણ માહિતી છે. આ એકાઉન્ટ કોઇના નામે ખોલાવીને તેમા મોટા ટ્રાન્જેક્શન થયાની આશંકા છે. ત્યારે રાજકોટમાં આઇટીની મોટી રેડથી બિલ્ડરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch