Fri,26 April 2024,10:08 pm
Print
header

રાજકોટઃ કોરોનાની દવાના નામે પિતાએ પોતાની સાથે પુત્ર-પુત્રીને ઝેર પીવડાવ્યું

રાજકોટઃ શાસ્ત્રીનગર અજમેરાના શીવમ પાર્કમાં રહેતા બ્રાહ્મણ પરિવારે મધરાત્રે ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં કર્યો છે. જેમાં પિતા અને પુત્ર-પુત્રીને ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પિતાએ કોરોનાની દવા છે એમ કહીને પુત્ર-પુત્રી અને પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. પિતાએ લખેલી સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે 2.12 કરોડ રૂપિયા દિનેશ અને ભાવિન લઇને જતા રહ્યાં છે.

આધેડનાં પત્ની અને તેના ભાઇએ આક્ષેપ કરતાં જણાવ્યું કે એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમારૂ મકાન વેચ્યું હતું. જે રૂપિયા 1.20 કરોડનો સોદો થયા બાદ રૂપિયા 20 લાખ અમને આપ્યાં હતા બાદમાં 1 કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હેરાનગતિ શરૂ કરી હતી. તેમના ત્રાસથી કંટાળીને પરિવારે  આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે હાલ ત્રણેય સભ્યો બેભાન હોવાથી તેમના પરિવારજનોના નિવેદન લઇને કાર્યવાહી હાથધરી છે તેમની પાસેથી મળી આવેલી સ્યૂસાઇડ નોટને આધારે તપાસ શરૂ કરી છે.

વિગત અનુસાર શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમપાર્કમાં રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા કમલેશ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.45) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇને આવ્યાં હતા રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના થશે નહીં,  જેથી તેમની પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને દવા આપી હતી. જો કે  જયશ્રીબેને આ દવા પીવાની ના પાડી દીધી હતી કમલેશભાઇએ તેમના પુત્ર-પુત્રી સાથે મળીને આ દવા ગટગટાવી લીધી હતી બાદમાં તબીયત લથડતાં પત્નીએ ત્રણેયને વોકહાર્ટ બાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. સામૂહિક આપઘાતનાં પ્રયાસના કેસથી પોલીસ સ્ટાફ સિવિલમાં દોડી આવ્યો હતો. 

નોટમાં લખ્યું છે કે મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપ કોરાટ છે જેમને મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલો છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી, કાર અને મકાનનાં ચાર હપ્તા બાકી છે મારા 2 કરોડ 12 લાખ દિનેશ તથા ભાવિન લઇને જતા રહ્યાં છે.જેથી મે આ પગલુ ભર્યું છે મોત સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch