Sun,05 May 2024,6:18 am
Print
header

કોટામાં ભગવાન શિવની શોભાયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના, 14 બાળકોને લાગ્યો વીજ કરંટ

રાજસ્થાનઃ કોટા શહેરમાંથી અકસ્માતની હૃદયદ્રાવક ઘટના બની છે. કોટા શહેરમાં મહાશિવરાત્રિ નિમિત્તે નીકળેલી ભગવાન શિવની શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક કોટાની એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા કોટાથી સાંસદ છે. બાળકોની હાલત જાણવા માટે તેઓ હોસ્પિટલ પહોંચ્યાં હતા. તેમણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

જરૂર પડ્યે જયપુર રીફર કરવામાં આવશેઃ ઓમ બિરલા

લોકસભા સ્પીકર અને કોટાના સાંસદ ઓમ બિરલા વીજળીથી કરંટ લાગતા બાળકોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતા. તેમણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. ઓમ બિરલાએ હોસ્પિટલના ડોક્ટરોને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે જો જરૂર પડશે તો ઘાયલ બાળકોને જયપુર રેફર કરવામાં આવશે.

કેવી રીતે થયો અકસ્માત ?

કાલી બસ્તીના લોકો તેમના કલશ સાથે અહીં એકઠા થયા હતા, એક સગીર 20-22 ફૂટની પાઇપ લઈને જઈ રહ્યો હતો જે હાઈ-ટેન્શન વાયરને સ્પર્શી ગયો હતો. સગીરને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ત્યાં હાજર તમામને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કોટા શહેરની એસપી અમૃતા દુહાને જણાવ્યું કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા બાળકોમાંથી એકની હાલત ગંભીર છે. તે 100% દાઝી ગયો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને જો કોઈની બેદરકારી હશે તો તેમની સામેે કાર્યવાહી કરાશે. 25 વર્ષની ઉંમરના એક યુવાન સિવાય બાકીના 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch