Sat,27 April 2024,12:09 am
Print
header

ખેડૂતોની માઠી દશા બેઠી, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઉનાળામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાંથી ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની આશંકા છે. ગઇકાલથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યભરમાં વાતવરણમાં પલટો આવતા અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, ઈસનપુર, ઓઢવ, વિરાટનગર, બાપુનગર, આસ્ટોડિયા, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. હવામાન વિભાગે રાજ્યમાં 1 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા  સહિત આસપાસના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

ગીર સોમનાથ, દ્વારકા, સાબરકાંઠાના ઇડર, વડાલી, હિંમતનગર, ખેડબ્રહ્મામાં રાત્રે વીજળીના કડાકા સાથે માવઠું થયું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, લાલસર, વખતપુરમાં વરસાદ થયો છે. આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છમાં વરસાદની આગાહી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch