Sun,05 May 2024,2:32 am
Print
header

મોદીની રેલીમાં ન જતા... કાશ્મીરીઓને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવી રહ્યાં છે ધમકીભર્યાં ફોન

શ્રીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાત જશે. ગુરુવારે પીએમ શ્રીનગરમાં અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે અને જાહેર સભાને સંબોધશે. શ્રીનગરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા કાશ્મીરના લોકોને ધમકીભર્યાં ફોન આવી રહ્યાં છે, અને રેલીમાં ન જવા દબાણ કરાઇ રહ્યું છે.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કાશ્મીરમાં મોબાઈલ અને લેન્ડલાઈન પર ફોન કરીને પીએમની રેલીનો બહિષ્કાર કરી રહી છે. કાશ્મીરના લોકોને અલગ-અલગ આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી કોલ આવી રહ્યાં છે. ફોન ઉપાડતી વખતે લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે અને મોદીની રેલીથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

PM મોદી શ્રીનગરને 5 હજાર કરોડ રૂપિયાની ભેટ આપશે

વડાપ્રધાન મોદી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે ડેવલપ ઈન્ડિયા ડેવલપ જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં હાજરી આપશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કૃષિ અર્થતંત્રને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનું ઉદ્ઘઘાટન કરશે. જેમાં સ્વદેશ દર્શન અને પ્રશાદ (તીર્થસ્થાન કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ એન્હાન્સમેન્ટ ડ્રાઇવ) યોજનાઓ હેઠળ રૂ. 1,400 કરોડથી વધુ મૂલ્યના પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

સરકારી કર્મચારીઓને નિમણૂંક પત્રો આપશે

ચેલેન્જ-બેઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (CBDD) સ્કીમ હેઠળ પસંદ કરેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરવા ઉપરાંત PM દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ અને “ચલો ઈન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા ઝુંબેશ પણ શરૂ કરશે. PM મોદી જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 1,000 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે અને મહિલાઓ, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો સહિત વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.

બે લાખ લોકો હાજરી આપે તેવી શક્યતા

મોદીની જનસભામાં બે લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે, સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ આ અંગે ખાસ વ્યવસ્થા કરી છે. સ્થળના દરેક ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોના પોઈન્ટ પર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. આ સમયગાળા દરમિયાન સુરક્ષા માટે સ્નાઈપર્સ પણ તૈનાત રહેશે.

આ પહેલા મોદીએ જમ્મુને ભેટ આપી હતી

આ પહેલા 20 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ માટે 13,200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે કલમ 370 જમ્મુ-કાશ્મીરના વિકાસમાં અવરોધ છે અને ભાજપ સરકારે તેને હટાવી દીધી છે. જે સરકારની પ્રાથમિકતા માત્ર એક પરિવારનું કલ્યાણ છે તે સામાન્ય લોકોના કલ્યાણ વિશે વિચારી શકતી નથી. મને એ જોઈને આનંદ થાય છે કે જમ્મુ અને કાશ્મીર વંશવાદી શાસનથી મુક્ત થઈ રહ્યું છે. તેમને અલગાવવાદીઓ અને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch