Fri,26 April 2024,4:21 pm
Print
header

PM મોદીએ લગાવડાવી કોરોનાની રસી, તમે પણ ડર્યાં વગર લેજો કોરોનાની રસી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. PM મોદીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. વેક્સીન લેવાની સાથોસાથ મોદીએ તમામ લોકોને ભારતને કોરોનામુક્ત કરવામાં યોગદાન આપવાની અપીલ પણ કરી હતી. રાજધાની દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19થી બચાવની વેક્સીન લીધી હતી. 1 માર્ચથી દેશમાં કોરોના વાયરસની વેક્સીનેશનનું બીજું ચરણ શરૂ થયું છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, આવો સાથે મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.

કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનનું બીજું ચરણ આજથી શરૂ થઈ રહ્યું છે. વેક્સીનેશનના બીજા ચરણમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનું પણ વેક્સીનેશન કરવામાં આવશે. વેક્સીનેશન માટે લોકો કોવિન  2.0 પોર્ટલના માધ્યમથી ક્યાંય પણ, ક્યારે પણ રજિસ્ટ્રેશન કરાવીને અપોઇન્ટમેન્ટ નક્કી કરી શકે છે. સાથે જ કેન્દ્ર સરકારે કોવિન 2.0ને લઈને પૂરી ગાઇડન્સ નોટ પણ જાહેર કરી દીધી છે.

વેક્સીનેશનના આ ચરણ માટે સરકારે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં વેક્સીનની કિંમત 250 રૂપિયા નક્કી કરી છે, જેમાં 100 રૂપિયા સર્વિસ ચાર્જ છે. વેક્સીનેશનનું બીજું ચરણ આગામી 6 સપ્તાહ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે વેક્સીનેશન માટે 20 ગંભીર બીમારીઓની ઓળખ કરી છે, જેનાથી પીડાતા 45થી વધુ ઉંમરના દર્દીઓ આ ચરણમાં વેક્સીન લઈ શકશે. જેમ કે છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના હુમલાની સારવાર માટે જો વ્યક્તિ હૉસ્પિટલમાં દાખલ થયા હશે તો તેઓ વેક્સીન લઈ શકશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch